અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઇચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રોના અગ્રગણ્ય એકમો માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાઓને અનુરૂપ ધોરણ ૧૦, ધો.૧૨, આઇ.ટી.આઇ, ડિપ્લોમા, બી.એસ.સી, એમ.એસ,સી, બી.ફાર્મ, એમ.ફાર્મ, બ્યુટીશીયન, હેરડ્રેસર, ધો. ૧૦ (કોમ્પ્યુટર નોલેજ), બ્યુટીપાર્લરના કોર્સ કરેલા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે. કેશીયરની જગ્યા માટે- બી.કોમ, એમ.કોમ, સ્ટોક મેનેજર-ફ્લોર મેનેજરની જગ્યા માટે બી.બી.એ, એમ.બી.એ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો માટે રોજગાર ઈચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા. ૨૫.૦૨.૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, (આઇ.ટી.આઇ) ધારી ખાતે રોજગાર મેળો યોજાશે.








































