અમરેલી જિલ્લામાં દારૂડીયાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે છતાં પ્યાસીઓ માટે દારૂ બનાવવાનું કામ પૂરજાશમાં ચાલી રહ્યુ છે.
અમરેલી જિલ્લામાંથી પોલીસે ચાર સ્થળેથી ૮ લીટર દેશી દારૂ પકડ્‌યો હતો. લાઠીમાં મહિલાના રહેણાંક મકાનેથી ૩ લીટર દેશી દારૂ મળ્યો હતો. આ સિવાય જિલ્લામાંથી ૮ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.