તાલુકાના ગરણી ગામે થયેલા રહસ્યમય વિસ્ફોટની ઘટનાએ સમગ્ર પંથકમાં ભય ફેલાવ્યો છે. આ બ્લાસ્ટને કારણે એક રહેણાંક મકાનનો ભાગ ધરાશાયી થતા ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. ઘટનાની ગંભીરતા જોઈ લાઠી-બાબરાના ધારાસભ્ય જનક તળાવિયાએ સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્યએ પીડિત પરિવારને સાંત્વના પાઠવી વળતર અપાવવાની ખાતરી આપી હતી. તેમણે અધિકારીઓને આ ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી છે. હાલમાં સુરક્ષાના કારણોસર આસપાસનો વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે અને ટેકનિકલ ટીમ દ્વારા વૈજ્ઞાનિક તપાસ શરૂ કરવામાં આવી છે. બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલ (હ્લજીન્) ની મદદ લેવામાં આવે તેવી પણ શક્યતા છે.








































