અમરેલી શહેરમાં સુરતની એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટના અંગે અમરેલીમાં રહેતા રાજગીરી કાળુગીરી ગોસાઈ (ઉ.વ. ૫૧) એ જાહેર કરેલી વિગતો મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પૂનમબેન નિલેષગીરી ગોસ્વામી (ઉ.વ. ૨૭) ને તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતે મનમાં લાગી આવતા, તેણે અમરેલીમાં ગાયત્રી મંદિર પાછળ, જેલ રોડ પર આવેલી પાપડવાળી શેરીમાં સ્થિત રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.









































