રાજુલાના વાવેરા ગામે મકાનને તાળું મારવા આવેલા યુવકને ગાળો આપી મુંઢ માર મારવામાં આવ્યો હતો, તેમજ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે મહમદભાઇ હસનભાઇ બેલીમ (ઉ.વ. ૨૪)એ ફિરોજભાઈ મહેબૂબભાઈ બેલીમ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગતો પ્રમાણે, મહમદભાઇ અને તેમના ભાઇ સમીરભાઇ હસનભાઇ બેલીમ બંને તેમના ગામ વાવેરામાં આવેલા જૂના મકાને તાળું મારવા ગયા હતા. આ બાબત આરોપીને પસંદ ન આવતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત, શરીરે આડેધડ ઢીકાપાટુનો મુંઢ માર મારીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. ડી. વાળા આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે.









































