ગુજરાતમાં હવામાન બગાડવાની તૈયારીમાં છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું અને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વસંત ઋતુના આગમન સાથે દેશના ઘણા ભાગોમાં હજું પણ તાપમાન રીતે વધી રહ્યું છે, ત્યારે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. ૨૨ થી ૨૪ ફેબ્રુઆરી દરમિયાન ૧૨ રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પર્વતોમાં બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
વસંતઋતુના આગમન સાથે દેશના ઘણા ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. ૨૩ થી ૨૫ ફેબ્રુઆરી દરમિયાન ૧૨ રાજ્યોમાં હવામાન બગડવાની ધારણા છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આગામી ૪૮ થી ૭૨ કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. તેવી રીતે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે.
ગુજરાતમાં થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ૨૩ ફેબ્રુઆરી આસપાસ હળવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે. સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. કચ્છ વિસ્તારમાં પણ આ બદલાવની અસર જાવા મળી શકે છે. પવનનું જાર બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતા છે. ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ દરમિયાન વધુ એક પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની અસર રાજ્યના વિવિધ વિસ્તારોમાં અનુભવાઈ શકે છે. ૧૫ માર્ચ બાદ પણ હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે.
બંગાળની ખાડીમાંથી આવતા ભેજને કારણે દક્ષિણ રાજ્યો ભારે વરસાદ માટે એલર્ટ પર છે. તમિલનાડુ અને કેરળમાં, ચક્રવાતી પવનોને કારણે કન્યાકુમારી અને તિરુનેલવેલી સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની ધારણા છે. ચેન્નાઈમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને વાવાઝોડાનો અનુભવ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪૮થી ૭૨ કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. ખાસ કરીને હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાણા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવનની ગતિ ૫૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે પાકને નુકસાન પહોંચાડી શકે છે.
રાજધાની દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે. મહત્તમ તાપમાન ૨૮° સે રહેવાની ધારણા છે, પરંતુ પ્રદૂષણ ચિંતાનો વિષય છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેશે, જેનાથી ઠંડીથી રાહત મળશે. જોકે, સવારે હળવું ધુમ્મસ જોવા મળી શકે છે. આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાન થોડું ઘટી શકે છે, જેના કારણે રાત થોડી ઠંડી રહેશે.
રાજસ્થાનમાં ઉનાળો વહેલો આવી ગયો છે. બાડમેર અને ફલોદીમાં પારો ૩૩ સે ની નજીક પહોંચી ગયો છે. કાશ્મીરના શ્રીનગરમાં કુદરતનો એક વિચિત્ર ચમત્કાર જોવા મળી રહ્યો છે. અહીં તાપમાન ૨૧° સે સુધી પહોંચી ગયું છે, જે ફેબ્રુઆરીમાં સામાન્ય કરતાં ૧૦ ડિગ્રી વધારે છે, જે છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડી નાખ્યો છે. બિહારના પટણા અને આસપાસના જિલ્લાઓમાં સવારે ધુમ્મસ છવાઈ જશે, પરંતુ બપોર સુધીમાં તાપમાન ૨૯સે સુધી પહોંચવાની ધારણા છે.









































