આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, રાષ્ટ્રીય છાત્ર પરીષદનું અખિલ ભારતીય હિન્દુ સંમેલન ૨૪-૨૫ ફેબ્રુઆરીના રોજ મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે યોજાશે. આ તકે રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા ઉપસ્થિત રહેશે. આ હિન્દુ સંમેલનમાં દેશભરમાંથી દરેક જિલ્લા ટીમ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું સંગઠન મજબૂત બનાવાશે અને હિન્દુ સમાજ સંગઠીત થાય તેમજ હિન્દુ સંસ્કૃતિનો વ્યાપ વધારવા માટેના આયોજન કરવામાં આવશે. આ હિન્દુ સંમેલનમાં સહભાગી થવા માટે અમરેલી જિલ્લામાંથી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી ડો. કિરીટભાઇ દેશાણી, ઈન્ડિયા હેલ્થ લાઈન પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંતમાં સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય મજદૂર પરીષદ પ્રાંત પ્રમુખ દિલીપભાઈ બામટા, અમરેલી જિલ્લા પ્રમુખ રાષ્ટ્રીય બજરંગદળ હેમદિપભાઈ, અમરેલી જિલ્લા છાત્ર પરીષદ મહામંત્રી વિગેરે પદાધિકારીઓ તા ૨૨/૨/૨૦૨૬ના પ્રસ્થાન કરશે.









































