દેવભૂમિ દેવળીયા ગામની પ્રાથમિક શાળામાં દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા તથા તેમની શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્થાનિક લોક પ્રતિનિધિ નાથાલાલ સુખડિયા, માધ્યમિક શાળાના આચાર્ય ભૂતૈયા, જીમ્ૈં બેંકના મેનેજર સારિકાબેન વ્યાસ અને પ્રાથમિક શાળાના આચાર્ય અમરીશભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. સરકારની યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ચાલુ વર્ષની ૧૦ અને ગત વર્ષની ૮ મળી કુલ ૧૮ દીકરીઓને સાયકલ આપવામાં આવી. ઉપરાંત, સામાજિક જવાબદારી ફંડ અંતર્ગત જીમ્ૈં દેવભૂમિ દેવળીયા શાખાએ ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતી અનુસૂચિત જનજાતિની ૫ દીકરીઓને સાયકલ ભેટ આપી હતી.દીકરીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળામાં સેનેટરી પેડ ડિસ્ટ્રોયરના ૨ મશીન ફાળવવાની જાહેરાત પણ કરવામાં આવી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓના ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવામાં મદદ મળશે.