રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઈને હાલ સ્થિર   ગંભીર બની ગઈ છે. જાકે, ડિમોલિશનની કાર્યવાહી પહેલા જ લોકોમાં ભય, રોષ અને અસમંજસનો માહોલ જાવા મળી રહ્યો છે. કેટલાક રહીશો મજબૂરીમાં પોતાના મકાનો તોડવા લાગ્યા છે. તો કેટલાક ખુલ્લેઆમ તંત્ર સામે વિરોધ પર ઉતરી આવ્યાં છે. સોમવારે થનારા ડિમોલિશન પહેલા ક્યાં જવું, અને રાતોરાત પોતાનું ઘર ક્યાં ગાયબ થઈ જશે તે વિચારોથી સ્થાનિકો ઊંડા આઘાતમાં જાવા મળ્યા છે.
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન પહેલા જ તેની અસર જાવા મળી રહી છે. અચાનક નોટિસ મળતા ઘણા પરિવારોએ પોતાના મકાનો ખાલી કરવા શરૂ કરી દીધા છે. લોકો ઘરવખરી, અનાજ અને જરૂરી સામાન રસ્તા પર મૂકી રહ્યા છે. કેટલાક લોકોએ તો પોતે જ મકાન તોડવાનું શરૂ કરી દીધું છે. જેથી ડિમોલિશન દરમિયાન વધુ નુકસાન ન થાય. ડિમોલિશનના ડરથી મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકો કહે છે કે અગાઉ તંત્ર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, વૈકલ્પિક  વ્યવસ્થા કરવામાં આવશે, પરંતુ હાલ સુધી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી. લોકોનું કહેવું છે કે વર્ષોથી અહીં રહી રહ્યા છીએ, અચાનક ઘર છોડવાનું કહેવામાં આવે તો અમે ક્્યાં જઈએ?
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સોમવારે હાથ ધરાનારા ડિમોલિશનને લઈ તંત્ર એલર્ટ મોડમાં છે. ડિમોલિશન પહેલાં જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોલીસ દ્વારા વહેલી સવારથી જંગલેશ્વર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. અલગ–અલગ વિભાગની પોલીસ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ફાયર વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો છે. સુરક્ષા સાથે સાથે તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સોમવાર વહેલી સવારે જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટના જંગલેશ્વરમાં હાલ પરિસ્થિતિ  પર કડક નજર રાખવામાં આવી રહી છે.
રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી મુદ્દે સ્થિતિ  તણાવભરી બની છે. એક તરફ તંત્રની કાર્યવાહી બાદ કેટલાક લોકોએ સ્વયંભૂ રીતે પોતાના મકાન ખાલી કરવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ અનેક પરિવારોનો તીવ્ર વિરોધ સામે આવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે અચાનક મકાન ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે અને તેઓ પાસે કોઈ વિકલ્પ નથી. વિશેષ કરીને મહિલાઓ ભાવુક બનીને રડતા રડતા કહી રહી છે કે,અગાઉ નોટિસ સમયે તંત્ર દ્વારા તેમને આસરો આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હવે આસરો આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે. પરિસ્થિતિ એવી છે કે ખાલી કરાયેલા પરિવારોને ભાડે મકાન પણ મળતું નથી અને તેઓ ક્્યાં જશો તેવો મોટો પ્રશ્ન ઊભો થયો છે.આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે અને તંત્ર સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.
તો સમગ્ર મામલે મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, નદી પટ્ટ અને ટીપી રોડના દબાણો દૂર કરવામાં આવશે. ૧૪૦૦ કરતા વધુ મકાનો અને દુકાનોનું ડિમોલિશન કરવામાં આવશે. ૭૦૦ થી ૮૦૦ કર્મચારીઓ ડિમોલિશન કામગીરીમાં જાડાશે. પોલીસ ફોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. લોકો સ્વૈચિક  રીતે મકાનો ખાલી કરી રહ્યાં છે. જે લોકો મકાન ખાલી નથી કરી રહ્યા તે પણ ખાલી કરી દેશે. ટ્રેકટરની સુવિધા અમે લોકોને આપી રહ્યા છીએ. લોકોને સામાન ટ્રાન્સફર કરવામાં મદદ કરવામાં આવશે. ૭ સેકટરમાં અમારી કામગીરી રહેશે. કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આવતીકાલથી હું પોતે કેન્ટ્રોલ રૂમમાં બેસી ડિમોલિશનની કામગીરી અંગે નિરીક્ષણ કરીશ.
મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાએ કહ્યું કે, વર્ષો પહેલા ઇસ્ઝ્ર દ્વારા દબાણો દૂર કર્યા હતા.આરએમસી દ્વારા અસરગ્રસ્તોને આવાસ ફળવ્યા હતા. પરંતું દબાણગ્રસ્ત સ્થાનિકોને કહ્યું, અમને મકાન મળેલા છે, સારી સુવિધા છે. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પૂર્વે જ તંત્ર દ્વારા વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. વહેલી સવારથી પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરી રહ્યું છે બીજી તરફ ડીમોલેશન સામે સ્થાનિકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. રોષે ભરાયેલા લોકોએ ચેતવણી આપી છે કે જા જેસીબી આવી તો તેઓ જેસીબી આગળ સૂઈ જશે, પરંતુ પોતાનું ઘર ખાલી નહીં કરે. વિસ્તારમા તણાવ વધતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વધુથી વધુ પોલીસ કર્મીઓને અત્યારથી જ વિસ્તારની અંદર તેના કર દેવામાં આવ્યા છે આખો વિસ્તાર પોલીસ છાવણીની અંદર ફરી ગયો છે. પરિÂસ્થતિને કાબૂમાં રાખવા માટે પોલીસ દ્વારા સવારથી જ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અલગ અલગ પોલીસ ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને
આભાર – નિહારીકા રવિયા વાહન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ, કેટલાક રહીશો સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી પણ કરી રહ્યા છે. એક તરફ ડીમોલેશનની તૈયારી, બીજી તરફ લોકોની આંખોમાં ભવિષ્યની ચિંતા—જંગલેશ્વર વિસ્તાર હાલ તણાવ, ભય અને વિરોધના માહોલમાં છે.