જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે આયોજિત મહાશિવરાત્રી મેળા દરમિયાન ભારતી આશ્રમમાં એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બ્રહ્મલીન ભારતીબાપુના આશીર્વાદ અને પૂજ્ય હરિહરાનંદજીની ઉપસ્થિતિમાં જાફરાબાદના બ્રહ્મ અગ્રણી મહેશભાઈ ઠાકરની પુત્રી નિધિબેન (શ્રદ્ધા) ઠાકરને “શ્રેષ્ઠ શિક્ષક” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે તેમની અથાક નિષ્ઠા અને સાધનાને બિરદાવતા આ સન્માનથી ઠાકર પરિવાર અને જાફરાબાદ બ્રહ્મ સમાજમાં હર્ષની લાગણી છવાઈ છે.