બાબરા તાલુકાના વાંકીયા ગામ સ્થિત ફાયરિંગ બટ ખાતે પોલીસ કર્મચારીઓની વાર્ષિક ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી સુરક્ષાના કારણોસર પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. અમરેલી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા મુજબ, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ફાયરિંગ બટની ચારે તરફ ૧૦૦ મીટરમાં વિસ્તારમાં સામાન્ય જનતા કે રાહદારીઓની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે.સરકારી પડતર જમીન રે.સ.નંબર ૬૦૧ માં નિર્ધારિત આ સીમામાં પ્રવેશ કરનાર વિરુદ્ધ કલમ-૧૩૧ મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ પ્રેક્ટિસ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા આ તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.







































