શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ-વિદ્યાસભા સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ‘મેન્ટલ હેલ્થ અવેરનેસ’ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે દેશમાં વધતા જતા સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશન અને આત્મહત્યાના કિસ્સાઓને રોકવા માટે સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.તે અનુસંધાને, ‘અભિયાન સેવા ટ્રસ્ટ’, ‘શાંતાબા જનરલ સિવિલ હોસ્પિટલ-અમરેલી’ અને ‘જિલ્લા દ્ગઝ્રડ્ઢ સેલ’ના સંયુક્ત ઉપક્રમે ૧૯ ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેમ્પસના ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી માનસિક સ્વાસ્થ્ય વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન મેળવ્યું હતું.યોગ પ્રશિક્ષક હર્ષાબેને જણાવ્યું હતું કે, જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય જેટલું જ મહત્વ માનસિક સ્વાસ્થ્યનું પણ છે. તેમણે સ્ટ્રેસ અને એન્ઝાયટી દૂર રાખવા માટે યોગ, પ્રાણાયામ, સકારાત્મક વિચારસરણી તથા સમયસર સંવાદ જેવા સરળ ઉપાયો સમજાવ્યા હતા. સ્જીઉ નીતાબેને વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય જાળવવા અને મુશ્કેલ સમયમાં હિંમત ન હારવાની પ્રેરણા આપી પ્રતિજ્ઞા લેવડાવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખુંટ, મનસુખભાઈ ધાનાણી તથા કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને માનસિક રીતે સશક્ત બની આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.








































