રાજુલા તાલુકાની સંઘવી પ્રાથમિક શાળા નં. ૪ ખાતે ‘નવભારત સાક્ષરતા કાર્યક્રમ’ અંતર્ગત ભવ્ય જનજાગૃતિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ૧૫ વર્ષથી વધુ વયના નિરક્ષર નાગરિકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરી સાક્ષરતા તરફ વાળવાનો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ શિક્ષણ અધિકારી જી.એમ. સોલંકી, રાજુલા TPEO એસ. કે. સુમરા સહિત સાવરકુંડલાના શિક્ષણ અધિકારીઓ અને બી.આર.સી. કોર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ શિક્ષણનું મહત્વ સમજાવી સાક્ષરતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. શાળાના આચાર્ય સંજયભાઈ આદ્રોજા અને સમગ્ર સ્ટાફની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.






































