અમરેલી ખાતે સરદાર પટેલ ગ્રુપ અને દક્ષેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ દ્વારા શિવરાત્રી મહોત્સવ અંતર્ગત યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ રુદ્રયાગ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. આ રુદ્રયાગ યજ્ઞમાં ૧૭ કુંડી કરવામાં આવેલ, જેમાં ૫૧ પાટલા નોંધાયેલ હતા. યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્રયાગ યજ્ઞના દર્શને ઇફકો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઇ કાનાણી સહિતના મહાનુભવો પધાર્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લાના શિવભક્તોનો મેળાવડો જામ્યો હતો. આ રુદ્રયાગ યજ્ઞમાં ભાગ લેનાર તમામ શિવભક્તોને સરદાર પટેલ ગ્રુપ દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવેલ હતી.







































