લાઠી તાલુકાના જરખીયા ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા અને રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને પ્રયોગાત્મક અમલીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે માસ્ટર ટ્રેનર શ્રી વૈશાલીબેન ચાવડાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે આ પદ્ધતિ જમીનની ઉપજાઉ શક્તિમાં વધારો કરે છે, ખેતી ખર્ચમાં ઘટાડો કરે છે અને ખેડૂતોને શુદ્ધ તથા ગુણવત્તાયુક્ત ઉત્પાદન આપે છે.







































