યુનાઇટેડ સ્ટેટ્સે વારંવાર દાવો કર્યો છે કે ચીને ગુપ્ત પરમાણુ પરીક્ષણો કર્યા છે. જાકે ચીને આવા દાવાઓને નકારી કાઢ્યા હતા અને અમેરિકાના આરોપોને પાયાવિહોણા અને સ્પષ્ટ જૂઠાણા ગણાવ્યા હતા, આ બધા આરોપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે ડ્રેગનની ગુપ્ત યુકિતઓ જાહેર થઈ છે.
અહેવાલ મુજબ, ચીન ઝડપથી તેના પરમાનું શસ્ત્રો કાર્યક્રમનો વિસ્તાર કરી રહ્યું છે. બેઇજિંગ દક્ષિણપશ્ચિમ સિચુઆન પ્રાંતમાં પર્વતોની અંદર ગુપ્ત પરમાણુશસ્ત્રો સુવિધાઓનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે. ન્યૂ યોર્ક ટાઇમ્સે રવિવારે અહેવાલ આપ્યો હતો કે ૨૦૨૨ અને ૨૦૨૬ વચ્ચે લેવામાં આવેલી સેટેલાઇટ છબીઓના ભૂ-અવકાશી વિશ્લેષણથી દક્ષિણપશ્ચિમ ચીનના સિચુઆન પ્રાંતમાં ગુપ્ત પરમાણુ શક્ષત્રો સુવિધાઓનો નોંધપાત્ર વિસ્તરણ જાહેર થયો છે.
ભૌગોલિક ગુપ્તચર નિષ્ણાત રેની બાબિયાર્ઝ દ્વારા શેર કરાયેલા તારણો સૂચવે છે કે ૨૦૧૯ થી ચીનના પરમાણુ બાંધકામમાં વેગ આવ્યો છે, જે દેશની વ્યૂહાત્મક ક્ષમતાઓમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. સિચુઆનમાં જીટોંગ નામના સ્થળ પરની છબીઓમાં ખીણમાં નવા બનેલા બંકરો અને દિવાલો દેખાય છે. સ્થળ પર નવા બનેલા સંકુલમાં વ્યાપક પાઇપિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે વિશ્લેષકો કહે છે કે જાખમી સામગ્રીને હેન્ડલ કરતી સુવિધાઓ જેવું લાગે છે.
વિશ્લેષણમાં ટાંકવામાં આવેલા નિષ્ણાતોનું અનુમાન છે કે બંકરોનો ઉપયોગ ઉચ્ચ-વિસ્ફોટક પરીક્ષણ કરવા માટે થઈ રહ્યો હોઈ શકે છે, એક પ્રક્રિયા જે રાસાયણિક ડિટોનેટરને રિફાઇન કરવા માટે વપરાય છે જે પરમાણુ સામગ્રીને શ†ોમાં સંકુચિત કરે છે.






































