૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સમગ્ર સાવરકુંડલા શહેર શિવમય બની ગયું હતું. શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી અને શ્રદ્ધાળુઓએ ભગવાન શંકરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાવરકુંડલાના પ્રખ્યાત રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, મુક્તેશ્વર મહાદેવ મંદિર અને જશોનાથ મહાદેવ મંદિર સહિતના તમામ શિવાલયોમાં ‘હર હર મહાદેવ’ના જયઘોષથી માહોલ ગુંજી ઉઠ્યો હતો.









































