પાશ્વાત્ય સંસ્કૃતિની દેન એવા ‘વેલેન્ટાઇન ડે’ ના ભારતભરમાં વધી રહેલા પ્રચલનને કારણે ભારતનું યુવાધન ચારિત્ર્ય હીનતાના માર્ગે અગ્રેસર થઈ રહ્યું છે, જેના દુષ્પરિણામોને રોકવા માટે અને નાના બાળકો
ભારતીય સંસ્કૃતિની મહત્તા સમજીને નાનપણથી જ માતાપિતાનો આદર સત્કાર કરતા થાય તેવા ઉમદા હેતુથી લાઠી તાલુકાના ટોડા ગામની પ્રાથમિક શાળામાં ‘માતૃ-પિતૃ પૂજન દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૧૫૦ વધુ બાળકોએ શાસ્ત્રોક્ત વિધિથી પોતાના માતાપિતાની આરતી ઉતારી, પરિક્રમા કરી, ફુલમાળા પહેરાવીને પૂજન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.