જાફરાબાદના લુણસાપુર ગામે કૂવામાં જનરેટરનો કેબલ નાખવાની ના પાડતાં ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે નરસિંહભાઈ રણછોડભાઈ મકવાણા (ઉ.વ.૨૯)એ ચીથરભાઈ કાનાભાઈ મકવાણા તથા બાલુભાઈ કાનાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેમણે આરોપીઓને તેમની વાડીના કૂવામાં જનરેટરનો કેબલ નાંખવાની ના પાડતાં ધોલ ધપાટ તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ. બી. બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.