રાજુલા ખાતે આવેલ ઘનશ્યામ નગર સોસાયટીના જાહેર પ્લોટનું ખાતમુહૂર્ત તા. ૧૪-૦૨-૨૦૨૬ના રોજ ધાર્મિક માહોલમાં ભવ્ય રીતે યોજાયું હતું. કોઠારી સ્વામી હરીનંદન સ્વામીના વરદ હસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું, જ્યારે શાસ્ત્રી શ્રી બળવંત દાદાના હસ્તે વિધિવત પૂજા-વિધિ અને ખાતમુહૂર્તની ક્રિયા સંપન્ન થઈ હતી.કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને સોસાયટીના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આગેવાનો અને યુવાનોની હાજરીથી પ્રસંગ ઉત્સાહભર્યો બન્યો હતો.જાહેર પ્લોટમાં શિવ મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો છે. પ્રારંભિક તબક્કામાં ૧૧ લોકોએ પોતાના અનુદાનથી આ પવિત્ર કાર્યની શરૂઆત કરી છે.કાર્યક્રમ અંતે સોસાયટીના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી અને વિસ્તારના તમામ નાગરિકોને આ ધાર્મિક કાર્યમાં સહભાગી થવા અપીલ કરવામાં આવી હતી.