અમરેલી-કુંકાવાવ-વડિયા રોડના વાઈડનિંગ અને સ્ટ્રેન્ધનીંગના કામનું તાજેતરમાં રાજયમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અંદાજિત રૂ. ૫૦ કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ હેઠળ હયાત રોડની પહોળાઈ વધારવામાં આવશે. આ વિકાસકાર્યમાં જરૂરિયાત મુજબ નવા સ્ટ્રક્ચર, સી.સી. રોડ અને રોડ સેફ્ટીની કામગીરીનો પણ સમાવેશ થાય છે. આ સુધારાથી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે અને પરિવહન ક્ષમતામાં મોટો વધારો થશે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર જિલ્લામાં નવી શાળાઓ અને રસ્તાઓ જેવા પ્રકલ્પો તેજ ગતિએ ચાલી રહ્યા છે,










































