ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલી દ્વારા તા. ૧૧ના રોજ લાઠી અને બાબરા તાલુકાના કૃષિ સખી-CRP માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી અને કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલી ખાતે યોજાયો હતો. પ્રોજેક્ટ ડિરેક્ટર મહેશ ઝીડે પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને ખેડૂત આવકમાં વૃદ્ધિ અંગે માર્ગદર્શન આપ્યું. લાઠી તાલુકાના એગ્રી આસિસ્ટન્ટ પ્રકાશભાઈ ગોહિલ અને બાબરા તાલુકાના ટી.પી.એમ રાજેશભાઈ મકવાણાએ તાલુકા સ્તરની પ્રવૃત્તિઓની માહિતી આપી. વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભો, પોષણ વ્યવસ્થાપન અને ખર્ચ ઘટાડવાના ઉપાયો સમજાવ્યા. કોલેજ ખાતે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દશપર્ણી અર્ક અને નીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક ઇનપુટ્‌સ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલીમ દ્વારા ટકાઉ અને પર્યાવરણમિત્ર ખેતીને પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.