રાજુલાના ધારાનેસના વતની પી.એમ. ધાખડાને પીએસઆઈમાંથી પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. તેમની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં રાખી વડોદરા પોલીસ કમિશનરે તેમની નિમણૂક લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) જેવી મહત્વની શાખામાં કરી છે. પી.એમ. ધાખડાને પીઆઈનું પ્રમોશન મળતા રાજુલા પંથકમાં આનંદ છવાયો છે.








































