રોહિત શેટ્ટી પછી, રણવીર સિંહને પણ ધમકી આપવામાં આવી છે. એક અજાણ્યા વ્યકિત એ વોટ્‌સએપ પર વોઇસ નોટ દ્વારા અભિનેતા પાસેથી કરોડો રૂપિયાની માંગણી કરી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, ત્યારે તેની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અભિનેતાના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના એપાર્ટમેન્ટની બહાર સ્શાત્રો  દળો તૈનાત કરવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટીના અન્ય સભ્યો ચિંતામાં મુકાયા છે. અહેવાલો અનુસાર, મુંબઈના પ્રભાદેવીમાં આવેલા બ્યુ મોન્ડે એપાર્ટમેન્ટ, જ્યાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રહે છે, ત્યાં અભિનેતાને મળેલી ધમકીની નોંધ બાદ સુરક્ષા અને બિલ્ડીંગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. આને ધ્યાનમાં રાખીને, સોસાયટી સમિતિએ સ્થાનિક પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે, જેમાં સ્પષ્ટતા માંગવામાં આવી છે.
સોસાયટી દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનને સુપરત કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે બિલ્ડીંગ ના જીમ અને કોમન વિસ્તારોમાં છ સશ† ગાર્ડ અને પોલીસ સુરક્ષા તૈનાત કરવામાં આવી છે. શું આ માહિતી પોલીસને ખબર છે? સોસાયટીએ ત્રણ મુદ્દાઓ પર સ્થાનિક પોલીસ પાસેથી જવાબો માંગ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે બિલ્ડીંગ માં આ સુરક્ષા તૈનાત કરતા પહેલા સોસાયટી પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, જેના કારણે સોસાયટીના સભ્યોમાં ચિંતા ફેલાઈ રહી છે.
સોસાયટીની સમિતિએ સોસાયટીમાં સશ્શ્ત્રો  સુરક્ષા તૈનાત કરવા અંગે પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં ત્રણ પ્રશ્નો ઉભા થયાઃ ૧. શું તૈનાત ખાનગી સુરક્ષા ગાર્ડ રહેણાંક સંકુલમાં લાઇસન્સ પ્રાપ્ત હથિયારો ધરાવે છે? ૨. શું તેમને દાદર પોલીસ સ્ટેશન તરફથી પરવાનગી મળી છે? ૩. ફ્લેટમાં તૈનાત પોલીસ કર્મચારીઓની વિગતો, જેમાં વિભાગ અને તૈનાતીની પ્રકૃતિનો સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ધમકીભર્યા ઘટનામાં રણવીર સિંહના સહાયકને મોકલવામાં આવેલી વોઇસ નોટ વોટ્‌સએપ દ્વારા મોકલવામાં આવી હતી કારણ કે તેણે તેના સેટિંગ્સમાં અજાણ્યા કોલર્સને બ્લોક કર્યા હોઈ શકે છે, ત્યારબાદ વોઇસ મેસેજ દ્વારા ધમકી મોકલવામાં આવી હતી. આ કિસ્સામાં, એવી શંકા છે કે લગભગ ૮ થી ૧૦ અન્ય ફિલ્મ હસ્તીઓને ધમકીઓ મોકલવામાં આવી હશે. જા કે, મોટાભાગના કિસ્સાઓમાં, કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. નોંધનીય છે કે તાજેતરમાં, દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી. મુંબઈ પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.