મહારાષ્ટ્ર ના ગઢચિરોલી જિલ્લામાં પોલીસ ટીમ નક્સલીઓ સાથે અથડામણમાં છે. આ અથડામણ ગઈકાલે જિલ્લાના ભામરાગઢ તહસીલ હેઠળ ગઢચિરોલી-નારાયણપુર સરહદ પર સ્થિત  ફોદેવાડા જંગલ વિસ્તારમાં થઈ હતી. સુરક્ષા દળોએ ત્રણ નક્સલીઓને ઠાર માર્યા. આ અથડામણમાં બે જિલ્લા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
આજે સવારે, વિસ્તારમાં શોધખોળ દરમિયાન, વધુ બે નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા, જેમાં એક પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. એક એકે-૪૭ અને બે એસએલઆર પણ મળી આવ્યા છે. માર્યા ગયેલા ત્રણ નક્સલીઓની ઓળખ હજુ સુધી સ્થાપિત થઈ નથી. ઘાયલ સી ૬૦ સૈનિકોને સારવાર માટે નજીકની હોસ્પીટલમાં  એરલિફ્ટ કરવામાં આવ્યા છે.