જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ખાતે મુંબઈ વણિક સમાજ સંચાલિત ત્રીસ શિખરબંધ મંદિરોનું અલૌકિક ધામ આવેલું છે. તાજેતરમાં, અહીં પૂજ્ય ગુરુદેવ યોગીરાજની ૫૦મી પુણ્યતિથિ નાગેશ્રી મહેતા પરિવાર દ્વારા ઉજવવામાં આવી હતી. સ્વ. અરવિંદભાઈ ઈન્દ્રજીત મહેતા અને સ્વ. મધુબેન મહેતા પરિવારે આ ઉજવણીમાં મહાપૂજા, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યો યોજ્યા હતા.







































