વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીનું ગુજરાતી યુનિટ) અને ઈસરો ISROના સહયોગથી તૈયાર કરવામાં આવેલા અનોખા મોબાઇલ મ્યુઝિયમ ‘સ્પેસ ઓન વ્હીલ્સ’નું તારીખ ૦૮/૦૧/૨૦૨૬ના રોજ ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા ઉદ્‌ઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ સાથે ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ ટોઇઝ વાન અને ગુજરાત એનર્જી (GEDA) ની વાન પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ પહેલ હેઠળ સજ્જ કરવામાં આવેલી બસમાં ચંદ્રયાન, મંગલયાન, ગગનયાન જેવા ઈસરોના મહત્વપૂર્ણ મિશનોના મોડેલ્સ, રેપ્લિકા અને ઇન્ટરએક્ટિવ ડિસ્પ્લે દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં જી્‌ઈસ્ (વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) પ્રત્યે રુચિ જગાવવાનો છે. અમરેલીમાં આ પ્રદર્શન તા. ૦૮/૦૧/૨૦૨૬ થી તા. ૧૦/૦૧/૨૦૨૬ સુધી યોજાયું હતું. જેમાં પ્રથમ દિવસે મ્યુનિસિપલ સ્કૂલ, બીજા દિવસે વિદ્યા સભા જ્ઞાન શક્તિ સ્કૂલ અને ત્રીજા દિવસે ભરાડ સ્કૂલ ખાતે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી પ્રદર્શન યોજાયું હતું. અમરેલી શહેરના ૬,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રબુદ્ધ નાગરિકોએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો.