ગુજરાતની આસ્થા અને આત્મગૌરવના પ્રતીક સમાન “સોમનાથ સ્વાભિમાન પર્વ”ના પાવન અવસર નિમિત્તે લાઠી–બાબરા વિધાનસભાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ દામનગર અને ધામેલ મુકામે શિવ ભક્તિના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ધારાસભ્યએ દામનગર શહેરમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ ધામેલ ગામે આવેલા શિવ મંદિરોમાં ઉપસ્થિત રહી શિવ ધૂન, મહાઆરતી અને પૂજા-અર્ચના કરી હતી. આ અવસરે ધારાસભ્ય જનકભાઈ
તળાવીયાના હસ્તે વિધિવત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભગવાન શિવની મહાઆરતી અને ધાર્મિક વિધિઓ સંપન્ન થતા મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્‌યું હતું. ધારાસભ્યએ ભગવાન શિવ સમક્ષ રાજ્ય અને દેશની સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.