પ્રધાનમંત્રી મોદીએ વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાત રાજ્યમાં ૧૩ નવી સ્માર્ટ જીઆઈડીસી (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) બનાવવાની મહત્વની જાહેરાત કરી છે, જેમાં સાવરકુંડલાનો પણ સમાવેશ થાય છે. આ જાહેરાતથી સાવરકુંડલાના ઉદ્યોગ જગતમાં આશા અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. નવી જીઆઈડીસી માટે ઉદ્યોગ વિભાગ દ્વારા જમીનની ઉપલબ્ધતા અને ઉદ્યોગ સ્થાપના માટેની આનુષંગિક વ્યવસ્થાઓનો અભ્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે. સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ મૃતઃપાય અવસ્થામાં છે ત્યારે સાવરકુંડલાને જીઆઈડીસી મળે તેવી વર્ષોથી માંગણી કરવામાં આવી હતી. ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા પણ તમામ પ્રયાસો કરાઈ રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે સાવરકુંડલાને સ્માર્ટ જીઆઈડીસી આપવાની જાહેરાત કરતા સમગ્ર પંથકમાં હરખની હેલી જાવા મળી રહી છે.