અમરેલી મુકામે તા. ૦૪-૦૧-૨૦૨૬ તથા ૦૫-૦૧-૨૦૨૬ના રોજ જિલ્લાકક્ષાનો ‘સાંસદ સાંસ્કૃતિક’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૪-૦૧-૨૦૨૬ના રોજ સંગીતની વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સ.વિ.કે. મંડળ સંચાલિત એમ.એમ. યાજ્ઞિક હાઈસ્કૂલ, સલડીનાં ધોરણ ૯ ના વિદ્યાર્થી જોષી અચ્યુત વિપુલભાઈએ ‘પ્રભાતિયાં’ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. વિજેતા વિદ્યાર્થીને મેડલ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ હાંસલ કરવા બદલ શાળા પરિવાર વતી વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તે સંગીત ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.