દર વર્ષની પરંપરા મુજબ, ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે પીઠવડી ગામના યુવા સરપંચ ભૌતિક સુહાગીયા દ્વારા એક સુંદર પહેલ કરવામાં આવી હતી. સરપંચે પીઠવડી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના બાળકો અને યુવાનોને પતંગ અને દોરીનું વિતરણ કર્યું હતું. આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય સૌ નાગરિકોમાં તહેવારની ખુશી ફેલાવવાનો અને સમરસતા જાળવવાનો છે. સરપંચની આ સામાજિક જવાબદારીની ભાવનાને ગ્રામજનોએ સરાહનીય ગણાવી હતી.