અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા ફરતા આરોપીને પોલીસે રાજકોટમાંથી ઝડપી લીધો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરતા આરોપી રાજકોટ શહેરના કાલાવાડ રોડ ખાતેથી તા.૦૬/૦૧/૨૦૨૬ના રોજ પકડાયો હતો. આરોપીએ ગોલ્ડ લોન છોડાવવાના બહાને ફરિયાદી પાસેથી કુલ રૂ.૨.૮૫ લાખની રકમ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. પકડાયેલ આરોપી હિમાંશુ નિતેષભાઇ પરમાર (ઉ.વ.૨૩)ને આગળની કાર્યવાહી માટે અમરેલી સિટી પોલીસને સોંપવામાં આવ્યો છે.




































