જાફરાબાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી હતી. અહીં એક વકીલ જ્યારે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક શખ્સે તેમને રોકી, ગાળો ભાંડી અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ અંગે વકીલાતનો ધંધો કરતા ઇમરાનભાઈ યુસુફભાઈ ગાહા (ઉં.વ.૪૦)એ અજીમભાઇ સલીમભાઇ ભટ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એ.પી. બારૈયાએ વધુ તપાસ હાથ ધરી છે.




































