બગસરાના શ્રીમતી કે.જી. ધાણક વિદ્યામંદિરમાં તાજેતરમાં ‘ઉડાન ફર્સ્ટ ૨૦૨૬ઃ અંતરિક્ષમાં એક સફર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સોલાર સિસ્ટમ અને રોબોટિક્સ વિશે જ્ઞાન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, વિદ્યાર્થીઓને ડેમોન્સ્ટ્રેશન દ્વારા સોલાર સિસ્ટમની કાર્યપ્રણાલી અને રોબોટિક્સના મૂળભૂત સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.






































