મૂળ લાઠીની અને હાલ ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સાસરી ધરાવતી પરિણીતા આશાબેન કૌશિકભાઇ મકવાણા (ઉ.વ.૩૦)એ પતિ કૌશિકભાઇ ભરતભાઇ મકવાણા, ભરતભાઇ મુળજીભાઇ મકવાણા, ગીતાબેન ભરતભાઇ મકવાણા, ચિરાગભાઇ ભરતભાઇ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નજીવન દરમિયાન તેના પતિ, સાસુ-સસરા અને દિયર દ્વારા તેને અવારનવાર હેરાન કરવામાં આવતી હતી. સાસરિયાઓ દ્વારા ઓછો કરિયાવર લાવવા બાબતે અને ઘરકામમાં નાની-નાની બાબતોમાં મેણા-ટોણા મારી માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. સાસરિયાઓ દ્વારા તેને ગાળો આપી ઢોરમાર પણ મારવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી પરિણીતા પિયરમાં હોવા છતાં, સાસરિયાઓ તેને તેડવા આવ્યા ન હતા. આખરે સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતાએ ન્યાય મેળવવા માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.