રાજુલા-મહુવા ડુંગર રોડ પર રેલવે ફાટક  અચાનક બંધ થઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો હતો. એક ગુડ્‌સ ટ્રેન ફાટક પાસેથી પસાર થઈ રહી હતી તે દરમિયાન ટ્રેનના એન્જિનમાં કરંટ જતો રહેતા તે ફાટકની વચ્ચે જ અટકી ગઈ હતી. પરિણામે, અંદાજે ૩૦ મિનિટથી વધુ સમય માટે ડુંગરનો મુખ્ય માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો અને માર્ગની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. શાળા છૂટવાના સમયે આ ઘટના બનતા હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ફાટક પાસે અટવાયા હતા, જેના કારણે ભારે હાલાકી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ રેલવે તંત્ર પર નિષ્ક્રિયતાના આક્ષેપો
કર્યા છે.