મિતિયાળા ગ્રામ પંચાયત ખાતે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ યુનિટ નર્મદા સિમેન્ટ જાફરાબાદ વર્ક્સ તથા મ્રિદા હાર્ટ એન સોઈલ ફાઉન્ડેશનના સહયોગથી ‘પ્રોજેક્ટ અન્નપૂર્ણા’ અંતર્ગત કિચન ગાર્ડન ઇનપુટ કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતો પોતાના ઘરના ફળિયા અથવા વાડીમાં ઓર્ગેનિક પદ્ધતિથી શાકભાજીનું ઉત્પાદન કરી શકે અને પરિવારની પોષણ સુરક્ષા મજબૂત બને તે હતો. નર્મદા સિમેન્ટના યુનિટ હેડ રાજેશ આનંદજીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બાબરકોટ અને મિતિયાળા ગામના કુલ ૨૦ ખેડૂતોને કિચન ગાર્ડન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટમાં વેજિટેબલ સીડ્‌સ, વર્મી કમ્પોસ્ટ, નીમ ઓઈલ, મલ્ચિંગ શીટ, પાવડો, કોદાળી, તગારું અને દાતરડું-દાતરડી સહિતની વિવિધ કૃષિ સહાયક સામગ્રીઓ ખેડૂતોને આપવામાં આવી હતી.