અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડાયવર્જન પાસે વળાંકમાં થયેલા આ અકસ્માતમાં નીતિનભાઈ ભૂપતભાઈ પરમાર (ઉ.વ. ૪૮) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના એટલી ભયાનક હતી કે ઈજાગ્રસ્ત યુવકના માથાના ભાગે લોખંડનો સળિયો ઘૂસી ગયો હતો. નીતિનભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.