સાવરકુંડલાની સંસ્કાર વિદ્યાલય પ્રાથમિક શાળા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ડિવાઇન ઇન્ડિયન યુથ એસોસિએશન દ્વારા ‘ત્રિવેણી સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. DIYA ગ્રુપ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત શાળામાં ગોષ્ઠિ યોજવામાં આવી હતી. જેમાં વ્યસન મુક્તિ, આહારવિહાર, ઓરા (AURA) સાયન્સ, યોગ, પોઝીટીવ થીંકીંગ અને વિચાર વિજ્ઞાન જેવા વિવિધ વિષયો પર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આચાર્ય કેતનભાઈ રાવલ દ્વારા ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગામી દિવસોમાં આવા અન્ય કાર્યક્રમો કરવા માટે સૂચન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન DIYA SK ગ્રુપના કન્વીનર વિપુલભાઈ બોરીસાગર દ્વારા કરવામાં આવ્યું હતું.








































