અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ અને યુવા નેતા મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા સહકારી પ્રશિક્ષણ હેતુ ‘ગોવા સ્ટેટ સ્ટડી વિઝીટ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના વિવિધ સહકારી મંડળના મંત્રી અને મેનેજરો ગોવા જવા માટે રવાના થયા હતા. ગોવા રાજ્યના આ અભ્યાસ પ્રવાસ અંતર્ગત ગોવા રાજ્યમાં ચાલતી વિવિધ સહકારી સંસ્થાઓની પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે અને ત્યાં ચાલી રહેલી સહકારી ગતિવિધિઓ વિશે માહિતી મેળવશે. ગોવા રાજ્યના સહકારી અભ્યાસથી અમરેલી જિલ્લાની સહકારી
પ્રવૃત્તિમાં એક નવી ઉર્જા આવશે.