અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે અન્વયે અમરેલી LCB દ્વારા સુરત સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનો નાસતો ફરતો આરોપી હર્ષદ હિંમત કાછડીયા રહે. સુરત મૂળ ગામ ગાધકડાવાળાને ઝડપી પાડી આરોપી સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.







































