સાવરકુંડલામાં નૂતન કેળવણી મંડળ સંચાલિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજનો દ્ગજીજી વાર્ષિક શિબિર તારીખ ૩-૧-૨૬ થી ૯-૧-૨૦૨૬ જુનાસાવર ગામ મુકામે યોજાઇ રહી છે. આ શિબિરનું ઉદ્ઘાટન તા. ૩-૧-૨૬ ના રોજ મંડળનાં પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી/કામદારના અધ્યક્ષ સ્થાને થયું, જેમાં અતિથિ વિશેષ મનુભાઈ ડાવરા કે જેઓ સાવરકુંડલા તાલુકા પંચાયતના સદસ્ય છે સાથે સાથે આ કાર્યક્રમમાં જુનાસાવર ગામના અગ્રણી અનકભાઈ ખુમાણ, ભાભલુભાઈ ખુમાણ, કિશોરભાઈ કાનાણી, બકુલભાઈ કાનાણી, દિલીપભાઈ લહેરી, ડો. ભાઈલાલભાઈ કાનાણી, કાળુભાઈ જીજવાડીયા તથા હાઇસ્કૂલના આચાર્ય, આશિષભાઈ જોશી અને તેમનો સ્ટાફ, કુમારશાળાના આચાર્ય પ્રકાશભાઈ પાઘડાળ, કન્યા શાળાના આચાર્ય રેખાબેન ગોસાઈ, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








































