ઉત્તરાયણ પર્વ નજીક આવતું હોય ત્યારે જિલ્લામાં ચાઈનીઝ દોરી વેચનાર પર તૂટી પડવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે આદેશ કર્યો હતો. જેથી લાઠી પીઆઈ એમ.એમ. સોનીની સૂચના હેઠળ પોલીસને બાતમી મળી હતી કે શહેરના સેતાપાટી વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોય જેથી પોલીસે રીયાજ રૂસ્તમ ચૌહાણને ચાઈનીઝ બનાવટની દોરી અને રીલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.








































