અમરેલી જિલ્લા પોલીસ વડાએ મિલ્કત ગુમના બનાવો તાત્કાલિક શોધી આપવા પોલીસને આદેશ કર્યો હતો. જે અન્વયે ‘તેરા તુજ કો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત લાઠી પોલીસે ચાવંડ ગામે રહેતા મહેશ કાનાભાઈ ડેરનો ખોવાયેલો મોબાઈલ શોધી પરત કર્યો હતો.