મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.એમ. જોશી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. કે. જાટના નેતૃત્વ હેઠળ જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ કલ્યાણના કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર ડો. દિવ્યાબેન ચુડાસમા અને ડો. હેતલબેન ગળથીયાના માર્ગદર્શન તળે સુપરવાઇઝર કે.એમ. પંચોલી આ કેમ્પમાં જાડાયા હતા. આ કેમ્પમાં દર્દીઓ માટે લેબ ટેસ્ટ, તપાસ, અને તેડવા-મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સર્જન ડો. આર.કે. જાટ દ્વારા જાળીયા, મોટા આંકડીયા અને અમરેલી અર્બનના કુલ ૧૮ કુટુંબ નિયોજન ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા.આ કામગીરીમાં મદદરૂપ થયેલા તમામ સ્ટાફ અને આશા બહેનોનો સુપરવાઇઝર કે.એમ. પંચોલીએ આભાર વ્યક્ત કર્યો હતો.



































