એક તરફ પાટીદાર સમાજ છે, જે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા બદલ સમાજની દીકરી આરતી સાંગાણીને બોયકોટ કરી દીધી છે. તો બીજી તરફ આરતી સાંગાણી પતિ સાથેના વીડિયો રજૂ કરીને સમાજને બતાવી રહી છે કે બંને વચ્ચે કેટલો પ્રેમ છે. પાટીદાર દીકરીના પ્રેમલગ્નના વિરોધમાં સિંગર આરતીએ વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પતિ સાથે કચ્છમાં જાવા મળી.
પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્ન વિવાદ મામલો તૂલ પકડી રહ્યો છે. ત્યારે સિંગર આરતીએ સોશિયલ મીડિયા પર પતિ સાથેનો નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આરતી અને દેવાંગ કચ્છમાં હોવાનું તેણે જણાવ્યું.
યુવા કપલ હાલ કચ્છમાં વેકેશન માણી રહ્યું છે. આરતીએ પતિ સાથે પ્રેમનો ઈઝહાર કરતો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે કહી રહી છે કે, તેઓ કચ્છમાં છે.
બંને પ્રેમીઓ કચ્છના મડ હાઉસવાળા કચ્છી ઘરમાં રોકાયા છે. તો વીડિયોમાં સિંગર આરતી પતિ દેવાંગનો મેકઅપ કરી રહી છે તેવું પણ જાવા મળ્યું.
આમ, પ્રેમલગ્નના વિરોધ અને વિવાદ વચ્ચે આરતી સાંગાણી પોતાના સમાજને વીડિયો થકી બતાવી રહી છે કે તે આ લગ્નજીવનમાં કેટલી ખુશ છે