અમરેલીમાં આવેલા પ્રખ્યાત નિલકંઠ જવેલર્સ દ્વારા ઈનામી ડ્રોનું આયોજન કરવામાં આવનાર છે. નિલકંઠ જવેલર્સના ગ્રાહકમિત્રોને જવેલર્સ તરફથી ઈનામોની વણઝાર આપવામાં આવશે. તા.૧૧ને રવિવારના રોજ સવારે ૮ઃ૦૦ કલાકથી કડવા પટેલ સમાજની વાડી, હનુમાનપરા અમરેલી ખાતે આ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જવેલર્સ દ્વારા રૂ.૧૦,૦૦૦થી વધુના દાગીનાની ખરીદી પર ઈનામો જીતવાની તક આપવામાં આવે છે. તેથી જે ગ્રાહકમિત્રો ઈનામી ડ્રોનાં હકદાર હોય તેઓએ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેવું. ડ્રો પૂર્ણ થયા બાદ ભોજન સાથે લેવામાં આવશે તેમ નિલકંઠ જલેવર્સની યાદીમાં જણાવવામાં આવ્યું છે.








































