અમરેલીમાં આવેલા ખોડલધામ પાર્ટી પ્લોટ ભોજલીયા હનુમાન પાસે ચક્કરગઢ રોડ ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જુનાગઢવાસી રાધરમણ દેવના તાબાના અમરેલી, મોટા ગોખરવાળા, મોટા આકડીયા, દેશ સત્સંગ દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે. આ ઉત્સવના સહયજમાન બળવંતરાય રતીલાલ ધોળકીયા, નિલકંઠ જવેલર્સ પરિવાર સહિતના રહ્યા છે. તેમજ સંતોની રસોઈના યજમાન તરીકે કાંતિભાઈ વેકરીયા દેવરાજીયાવાળા હસ્તે કૌશિકભાઈ વેકરીયા (રાજયમંત્રી) તેમજ અગ્રણી ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી હસ્તે ભાર્ગવભાઈ રહ્યા છે. આજે તા.૦૯ને શુક્રવારના રોજ સવારનાં ૮થી ૧રઃ૩૦ સુધી સત્સંગ સભા અને ભવ્ય શાકોત્સવનું
આભાર – નિહારીકા રવિયા આયોજન કરવામાં આવ્યુ છે. આ શાકોત્સવ અને સત્સંગ સભાનો લાભ લેવા લક્ષ્મીનારાયણ દેવયુવક મંડળ પ.પૂ. બાલકૃષ્ણ સ્વામી તથા સ્વામી મહિલામંદિર પાણી દરવાજા અમરેલી તરફથી હરિભક્તોને નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.




































