ધારી તાલુકાના ગરમલી ગામમાં છેલ્લા ઘણા સમયથી લોકોમાં આતંક ફેલાવતો દીપડો આખરે ઝડપાયો છે. ગામના રહેવાસીઓએ દીપડો વારંવાર દેખાતો હોવાની જાણ વન વિભાગને કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ગામ નજીક પાંજરું મૂક્યું હતું. પાંજરામાં દીપડો આબાદ ઝડપાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે નોંધનીય છે કે ગરમલી ગામે છાશવારે રાનીપશુઓ આવી ચડતા હોવાથી ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.






































