વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧ જાન્યુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના કાર્યક્રમો માટે રાજ્યમાંથી કુલ ર૦૦૦ બસો ફાળવવામાં આવી છે. જેમાં અમરેલી ડિવિઝનમાંથી કુલ ૧ર૦ બસ ફાળવવામાં આવી છે. અમરેલી એસ.ટી. ડિવિઝનના સા.કુંડલા, બગસરા, ધારી, રાજુલા, ઉના, કોડીનારની લોકલ બસ સેવા પ્રભાવિત થશે. અમરેલી જિલ્લા પરિવહન અધિકારીના જણાવ્યા મુજબ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ૧ર૦ બસ મોકલવામાં આવશે. આ બસ શનિવારની રાત્રિથી મોકલવામાં આવશે. જમાં અમરેલી ડેપોની ર૮, બગસરા ડેપોની ર૦, સા.કુંડલા ડેપોની ર૦, રાજુલા-કોડીનાર ડેપોની ૧૦, ઉના ડેપોની ૧પ બસ ફાળવવામાં આવશે. રવિવારના રોજ મોટાભાગની લોકલ બસ બંધ રહેશે. લોકલ બસ સેવા બંધ રહેવાથી ગ્રામ્ય વિસ્તારના મુસાફરોએ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડશે. આના કારણે તેમને વધુ ભાડું ચૂકવવું પડશે. વિભાગીય નિયામક દ્વારા બસ ફાળવવામાં અરસપરસ સંકલનમાં રહીને કામ કરવાની સૂચના આપવામાં આવી છે.







































